Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

છોટા ઉદયપુર જીલ્લામાં પરિવારના સભ્યો  લડ્યા ચૂંટણી : સસરા હાર્યા : જમાઈ જીત્યા

બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ આદમી પાર્ટીને પણ નોંધપાત્ર મત મળ્યા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરિવારના સદસ્યો જ અલગ અલગ પાર્ટીથી ચૂંટણી લડતા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા.જે પૈકી છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો પર ચૂંટણી લડેલા સસરા અને જમાઈ પણ ચર્ચામાં રહ્યા હતા.જેમાં જમાઈનો વિજય થયો હતો. 

ધારાસભ્ય રહેલા છોટાઉદેપુરના અગ્રણી મોહનસિંહ રાઠવાએ ભાજપમાં પ્રવેશ મેળવતાં તેમના પુત્ર રાજેન્દ્રસિંહને છોટાઉદેપુર સીટ પર ભાજપે ટિકિટ આપી હતી. તો જીલ્લાની અન્ય એક બેઠક પાવી જેતપુર સીટ પર રાજેન્દ્રસિંહના સસરા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા. જેમાં સસરાનો પરાજય થયો હતો.

છોટાઉદેપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાને 45689 મત મળ્યા હતા જ્યારે,આપના ઉમેદવાર અર્જુનભાઇ રાઠવાને 43880 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રાજેન્દ્રસિંહને 75129 મળ્યા હતા.

પાવી-જેતપુરની સીટ ઉપર ભાજપના જયંતિભાઇ રાઠવાને 81700 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના સુખરામભાઈ રાઠવાને 3660 મત મળ્યા હતા.આપના રાધિકાબેન રાઠવાને 45203 મત એટલે કે કોંગ્રેસના ઉમેદવાર કરતાં પણ વધુ મત મળ્યા હતા

(9:54 pm IST)