Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વિસાવદરનાં ર૯૬માંથી ભાજપને ૧ર૪ અને આપને ૧૬૮ બૂથમાં મળી લીડ મળી

આમ આદમી પાર્ટીનાં ભૂપતભાઈ ભાયાણીનો વિજય થયો

જૂનાગઢ જીલ્લાની મહત્વની બે સીટો પૈકી માણાવદર અને વિસાવદર બેઠક પર ભાજપનાં બે નેતાઓનો કારમો પરાજય થયો છે

 વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષદભાઈ રીબડીયાનો કારમો પરાજય થયો છે. જયારે આમ આદમી પાર્ટીનાં ભૂપતભાઈ ભાયાણીનો વિજય થયો છે. વિસાવદર વિાૃધાનસભા વિસ્તારમાં જૂનાગઢ તાલુકો, ભેંસાણ અને વિસાવદરનો સમાવેશ થાય છે.

  વિસાવદર વિાૃધાનસભાનાં કુલ ર૯૬ બુાૃથમાંથી ભાજપને ૧ર૪, આપને ૧૬૮ અને કોંગ્રેસને માત્ર પ બુથમાં જ લીડ મળી છે. જૂનાગઢ તાલુકાનાં બુથ નંબરથી ૭૬ સુધીનાં બુથમાં ભાજપને ૪૬, આપને ર૯ અને કોંગ્રેસને માત્ર ર બુથમાં જ લીડ મળી છે. ભેંસાણ તાલુકાનાં બુથ નંબર ૭૭થી ૧પ૩ સુધીનાં બુથમાં ભાજપને માત્ર ૧ર, આપને ૬પ અને કોંગ્રેસને એક પણ બુથમાં લીડ મળી નથી. વિસાવદર પંથકનાં બુથ નંબર ૧પ૪થી ર૯૬ સુધીનાં બુથમાં ભાજપને ૮ર, આપને ૭૪ અને કોંગ્રેસને માત્ર ૩ બુથમાં લીડ મળી હતી.

(9:24 pm IST)