Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

 12,13 અને 14 ડિસેમ્બરે સુરત,વલસાડ,નવસારી,ડાંગ અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડી શકે

અમદાવાદ :  રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

   આગામી 12,13 અને 14 ડિસેમ્બરે સુરત,વલસાડ,નવસારી,ડાંગ અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તેમજ વરસાદના કારણે ઠંડીથી આંશિક રાહત મળશે. જોકે 15 ડિસેમ્બર બાદ ફરી કાતિલ ઠંડી અનુભવાશે.

(9:15 pm IST)