Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

માંડલમાં પાંજરાપોળની રાજ્યપાલે મુલાકાત લીધી : રૂ, પાંચ લાખ આપવાની કરી જાહેરાત

.રાજ્યપાલે ૧૬૦ જેટલી ગાયોને માંડલ પાંજરાપોળમાં આશરો આપ્યો

અમદાવાદના માંડલમાં આવેલી પાંજરાપોળની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઓચિંતી મુલાકાત લીધી હતી.રાજ્યપાલે ૧૬૦ જેટલી ગાયોને માંડલ પાંજરાપોળમાં આશરો આપ્યો છે

રાજયપાલે પાંજરાપોળની મુલાકાત લઈને વ્યવસ્થાને વખાણી હતી.રાજ્યપાલે પાંજરાપોળમાં પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.બીજી તરફ ટ્રસ્ટ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતુ.

 પાંજરાપોળમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અબ્બાસ મનસુરીએ સૂર રેલાવ્યા હતાં.માંડલ નગરમાં જૈન સંઘ સંચાલિત મહાજન પાંજરાપોળ આશરે ૧૯૬ વર્ષથી ચાલી રહી છે. આ પાંજરાપોળ ખોડાઢોર તેમજ અન્ય પશુઓના જીવન નિર્વાહ માટે એક ભગીરથ યજ્ઞ ચલાવી રહી છે.

માંડલની પાંજરાપોળ ગુજરાતની પ્રખ્યાત પાંજરાપોળોમાંથી એક છે.માંડલ પાંજરાપોળની બીજી સંસ્થા ઉઘરોજ વીડ પણ ચાલે રહી છે. આ બંને પાંજરાપોળમાં ગાય,પાડા, બકરી, સસલાં,ઘોડો સહિતના ૩ હજાર થી વધુ પશુઓની નિત્ય સેવા કરવામાં આવે છે.આ બંને પાંજરાપોળમાં દિવસના હજારો પશુઓને ત્રણ સમય નિરણ કરવામાં આવે છે.પશુઓના હવાડા તેમના રહેવાની જગ્યાઓ સહિતની સફાઈ પણ નિરંતર થાય છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયપાલ આચાર્ય દેવવ્રતે લોકોને પ્રાકૃતિક ખેતી વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

(8:50 pm IST)