Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગુજરાતમાં ઐતિહાસિક વિજય છતાં 37 બેઠકોમાં ભાજપને ૨૦૧૭ની તુલનાએ ઓછા મત મેળવ્યા

ભાજપે આ ૩૭ બેઠકોમાં કુલ માત્ર ૨૫૨૧ મત ગુમાવ્યા: આ ૩૭ બેઠકોમાંથી ૨૩માં ભાજપનો, ૯માં કોગ્રેસનો, બેમાં આપનો જ્યારે એનસીપી-અપક્ષનો વિજય

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ ઉપરાંત ભાજપે ૫૦ ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે. અલબત્ત, આ વખતે ૩૭ બેઠક એવી છે જ્યાં ભાજપે ૨૦૧૭ની સરખામણીએ ઓછા મત મેળવ્યા છે. આ ૩૭ બેઠકોમાંથી ૨૩માં ભાજપનો, ૯માં કોગ્રેસનો, બેમાં આપનો જ્યારે એનસીપી-અપક્ષનો વિજય થયો છે.

૨૦૧૭ કરતાં ઓછા મત મળ્યા હોય તેવી ૩૭ બેઠકોમાંથી ભાજપનો ૨૩માં, કોંગ્રેસનો ૯માં વિજય થયો છે. ભાજપને આ ૩૭માંથી જે ૧૪ બેઠકમાં પરાજય થયો છે તેમાં ધાનેરા, બાયડ, ખેડબ્રહ્મા, વાવ, લુણાવાડા, ખંભાત, કાંકરેજ, દાણીલીમડા, બોટાદ, કુતિયાણા, સોમનાથ, જમાલપુર-ખાડિયા, જામજોધપુર, વિજાપુરનો સમાવેશ થાય છે.

અલબત્ત, ૨૦૧૭ની સરખામણીએ ભાજપે આ ૩૭ બેઠકોમાં કુલ માત્ર ૨૫૨૧ મત ગુમાવ્યા છે. આ ૩૭ બેઠકોમાંથી ૧૯ બેઠક એવી છે જ્યાં આમ આદમી પાર્ટીએ ડિપોઝીટ ગુમાવી છે. બીજી તરફ ૧૧ બેઠકોમાં ભાજપનો ૧૦ હજાર કરતાં વધુ મતથી પરાજય થયો છે. ધારી બેઠકની જ વાત કરવામાં આવે તો ભાજપનો ૨૫૦૬૪ મતથી પરાજય થયો હતો અને જ્યારે આપના ઉમેદવારે ૩૭૭૪૯ મત સાથે જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવારને કુલ ૪૮૬૬૬ મતથી પરાજયનો સામનો કરવો પડયો હતો.

(7:55 pm IST)