Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પાલનપુરમાં ભૂકંપનો 20 સેકન્ડનો આંચકો અનુભવાયો: લોકો ઘરની બહાર દોડી ગયા

ભૂકંપનું એપી સેન્ટર ક્યાં છે ? આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા તપાસ શરૂ

બનાસકાંઠાના પાલનપુરમાં ભૂકંપનો 20 સેકન્ડનો આંચકો અનુભવાયો છે. જેના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.  જો કે ભૂકંપનું એપી સેન્ટર ક્યાં છે તેની આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

  આ પૂર્વે આજે સવારે, મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૃથ્વી 33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધ્રુજારી. ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં સવારે 11.28 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર 93 કિમીની ઊંડાઈએ હતું. આના બે મિનિટ પછી એટલે કે 11.30 વાગ્યે હિમાચલ પ્રદેશના ચંબામાં ધરતી ધ્રૂજી ગઈ. તેની તીવ્રતા 2.8 હતી.

(6:47 pm IST)