Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

માં પાસે માંગવાનું ન હોય આશીર્વાદ લેવાના હોય, માંગેલુ ઍક વાર મળે આશીર્વાદ આજીવન રહે. મંત્રી મંડળમાં સમાવવા મુદ્દે પાર્ટી નક્કી કરશેઃ હાર્દિક પટેલ

વિરમગામ બેઠક ઉપરથી ચુંટાયા બાદ ભાજપના યુવા નેતા અંબાજી માતાજીના દર્શને

બનાસકાંઠા, તા., ૧૦ઃ વિરમગામ બેઠક ઉપરથી ચુંટાયા બાદ ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલે અંબાજી માતાજીના દર્શન કર્યા હતા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

 વિરમગામમાં વિરોધ બાદ પણ જીતનાર હાર્દિક પટેલ પોતાના જીત બાદ અંબાજી મંદિરમાં મા અંબાના આર્શીવાદ લેવા માટે પહોચ્યા હતા. હાર્દિક પટેલ ઐતિહાસિક જીત મેળવીને વિરમગામના ધારાસભ્ય બન્યા છે. ત્યારે તેઓએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે માતાજીના ગર્ભગૃહમાં જઈને પૂજાઅર્ચના કરી હતી. તેમજ અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આર્શીવાદ પણ લીધા હતા. હાર્દિક પટેલે આ બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે, માં પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય, માંગેલું એક વાર મળે આશીર્વાદ આજીવન રહે. તો ગુજરાત સરકારમાં મંત્રી બનશે કે નહિ તે વિશે તેઓએ કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે તે જવાબદારી સ્વીકારીશું

(6:11 pm IST)