Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરામાં વિદેશી દારૂના ગુનાહમાં અદાલતે બે આરોપીઓના જામીન નામંજૂર કર્યા

વડોદરા:વિદેશી દારૃના બે ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

ડીસીબી  પોલીસે મળેલી માહિતીના આધારે માંજલપુર કેવલ  ચોકડી પાસેથી વિદેશી દારૃની ૪૮ બોટલ લઇને જતા કાર ચાલક અર્જુન પૂનમભાઇ મારવાડી (રહે.ભાલિયાવાસ, વડસર ગામ)ને ઝડપી લીધો હતો.આ ગુનામાં સામેલ આરોપી નિરવ ભરતભાઇ  પટેલ (રહે.વિશ્વકર્મા ગાંધી કુટિર, વૃંદાવન ચાર રસ્તા પાસે,વાઘોડિયા રોડ) દ્વારા આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.

જ્યારે અન્ય એક ગુનાની વિગત એવી છે કે,પીસીબી પોલીસને ગત તા.૧૭ મી નવેમ્બરે  માહિતી મળી હતી કે,વડસર બ્રિજ પાસે સતલોક નગરમાં રહેતો મયૂર ઉર્ફે ભયલુ અરવિંદભાઇ  પરમાર તથા  ગોકુલ ડૂપ્લેક્સ જાંબુવા ગામ પાસે રહેતો રાજેશ ઉર્ફે ભૂરિયો કરશનભાઇ પરમાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલ રાહુલ સંતોષભાઇ ત્રિવેદીના મહાકાલ સ્ટીલ નામના લોખંડ ભંગારની ખુલ્લી જગ્યામાં દારૃ ઉતારી વેચાણ કરે છે.જેથી,પોલીસે ત્યાં  રેડ કરીને વિદેશી દારૃનો ૧.૩૯ લાખનો જથ્થો કબજે કર્યો હતો.આ ગુનામાં સામેલ રાહુલ ત્રિવેદીએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.

(5:32 pm IST)