Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરા નજીક માધવ નગરમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મેળવી ઘરે જતા યુવાનનું વાહન અકસ્માતમાં મૃત્યુ

વડોદરા: નજીક માધવ નગર ખાતે રહેતા વિનય રમણભાઈ ચાવડાએ તારીખ 6 ના રોજ વૃદ્ધ માતા જશુબેન સાથે ઝઘડો કર્યો હતો વૃદ્ધ માતાએ પોલીસને બોલાવતા પોલીસ વિનયને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી બાદમાં સાંજે 5:00 વાગે વિનયનો જામીન પર છુટકારો થતા તે પોલીસ સ્ટેશનથી પોતાના ઘેર માધવનગર જવા માટે નીકળ્યો હતો આ વખતે કોઈ અજાણ્યા વાહને વિનયને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું રાત્રે બનેલા આ બનાવની જાણ સવારે થતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

(5:32 pm IST)