Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરાના વારસિયા રિંગ રોડ નજીક અકસ્માતના મુદ્દે બે પાડોશીઓ બાખડ્યા:મારામારી થતા સામસામે ફરિયાદ દાખલ

વડોદરા: હરણી વારાસીયા રીંગ રોડની પરાગરજ સોસાયટીમાં રહેતા સંદીપ અશોકભાઈ સાવંત ખોડિયાર નગર ચાર રસ્તા પાસે એસ.કે પોઇન્ટ નામથી નાસ્તાની દુકાન ચલાવે છે. ગઈકાલે સવારે 10:30 વાગે તેઓ દુકાનનો માલ સામાન ખરીદવા માટે એકટીવા લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમની ગલીમાં પાડોશમાં જ રહેતો ગોવિંદા માનસિંગરાવ તાવડી તેમની ગાડી સાથે જાણી જોઈને અથડાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. સંદીપભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતા ગોવિંદાએ સંદીપભાઈને માર માર્યો હતો. ગોવિંદાની પત્ની રોશનીબેન પણ ત્યાં દોડી આવી હતી અને સંદીપભાઈના માતાના વાળ પકડી ગાળો બોલ્યા હતા. આજુબાજુના લોકો ભેગા થઈ જતા સંદીપભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. જે અંગે સંદીપભાઈએ વારસ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:32 pm IST)