Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરાના અકોટા વિસ્તારમાં 20 લાખની સહાયના નામે બંગલો પડાવી લેનાર પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

વડોદરાના અકોટા વિસ્તારમાં ઓફિસ ધરાવતા પિતા પુત્ર એ એક એક વિધવા મહિલા ને 20 લાખ રૂપિયાની સહાયના નામે બંગલો પડાવી લેતાની સહાય બનેલી વિધવાને આજે તેના સંબંધીને ત્યાં આશરો લેવાનો વખત આવ્યો છે. સમા સાવલી રોડના સિદ્ધાર્થ બંગલોઝ ખાતે રહેતા ચંદ્રિકાબેન નિલેશભાઈ પંડ્યાએ પોલીસને કહ્યું છે કે વર્ષ 2017 માં અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી મારા પતિએ તેમના મિત્ર કાર્તિકભાઈને 20 લાખની મદદ માટે વાત કરી હતી. જેથી કાર્તિક ભાઈએ મારા પતિને અકોટા મામલતદાર કચેરી પાસે કિશન રેસીડેન્સીમાં ઓફિસ ધરાવતા મહેશ અડવાણીનો સંપર્ક કરાવ્યો હતો. મહિલાએ પોલીસને કહ્યું છે કે, મહેશ અડવાણીએ મારા પતિ પાસે જરૂરી પુરાવા તેમજ બેંકની ડિટેલ અને ચેકબુક પાસબુક મેળવી લીધા હતા. ત્યારબાદ તેણે અમારા બંગલાની ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વાળી ફાઈલ પણ માંગી લીધી હતી. ત્યારબાદ તેમણે રૂ 20 લાખ ની મદદ કરી હતી. તા.7-9-20 ના રોજ એચડીએફસી બેન્ક ની નોટિસ આવતા મારા પતિને જાણ થઈ હતી કે મહેશ અડવાણીએ અમારા મકાન ઉપર ૭૦ લાખની લોન લીધી છે. જેમાંથી માત્ર 20,00,000 અમને આપી બાકીની રકમ તેમને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી છે.

(5:32 pm IST)