Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં સ્ટ્રોના મેનેજરે ચાર લાખની કિંમતની મોબાઈલની એસેસરીઝ બારોબાર વેચી દેતા ગુનો દાખલ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રિલાયન્સ કંપનીના માય જીઓ સ્ટોરના મેનેજરે રૂમ ચાર લાખની કિંમતના મોબાઈલ અને એસેસરીઝની રકમ જમા નહીં કરાવી ફરાર થઈ જતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.ભાયલી રોડ પર માઇલ સ્ટોન રેસીડેન્સીમાં રહેતા અને રિલાયન્સ રિટેલ લિમિટેડમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવતા વિવેક ચૌહાણે પોલીસને કહ્યું છે કે ગોત્રી ખાતે આવેલા યશ કોમ્પ્લેક્સમાં આવેલા અમારા તાબા હેઠળના માય જીઓ સ્ટોરમાં છેલ્લા બે વર્ષથી ધવલ જીતેન્દ્ર ગોહિલ શ્રીજી વંદન ફ્લેટ ગોત્રી સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.ગઈ તા.16 ઓગસ્ટ થી તેમણે નોકરી પર આવવાનું બંધ કર્યું હતું અને ફોન પણ બંધ કરી દીધા હતા. જેથી આ અંગે અમે એચ ચાર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી.દરમિયાનમાં કંપનીના ઓડિટ દરમિયાન જીઓ સ્ટોરના 19 મોબાઈલ તેમજ અન્ય એસેસરીઝ ના 4.02 લાખ જમા નહીં થયા હોવાની જાણ કરાતા અમે ધવલના ઘરે તપાસ કરી હતી. બીજા દિવસે તે તેની માતા સાથે હાજર થયો હતો અને રકમ ભરપાઈ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગતો નથી. ગોત્રી પોલીસે આ અંગે ગુનોગી તપાસ હાથ ધરી છે.

(5:32 pm IST)