Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

આણંદની સામરખા ચોકડી નજીક ડમ્પરની હડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળેજ મોત

આણંદ : આણંદ શહેરની સામરખા ચોકડી નજીક આવેલ એક્સપ્રેસ વે તરફ જવાના માર્ગ ઉપર આજે સવારના સુમારે મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલ બે યુવકો એક ડમ્પરની અડફેટે આવતા મોટરસાયકલ ઉપર સવાર એક યુવક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ સામરખા ચોકડીથી એક્સપ્રેસ વે તરફ જવાના માર્ગ ઉપર આવેલ બુલેટ ટ્રેનના બ્રીજ નજીક આજે સવારના સુમારે સર્જાયેલ એક અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. બે યુવકો એક મોટરસાયકલ ઉપર સવાર થઈ અત્રેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પરચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર બંને યુવકો રોડ ઉપર  પટકાયા હતા. જેમાં એક યુવકનું માથુ ડીવાઈડર સાથે ભટકાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું .

(5:32 pm IST)