Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ગાંધીનગર ખાતે ભાજપની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિ

રાજકોટ::મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે  ગાંધીનગરના કોબા ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ , ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ , કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સહિતના ઉપસ્થિત રહયા હતા. આ મિટિંગમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે નવનિયુક્ત ધારાસભ્યો , લોકસભાના સાંસદો સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહી ગયા હતા

 

 

(4:20 pm IST)