Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

કર્ણાટકમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બેની સુરતથી ધરપકડ

સુરત, તા.૧૦: કર્ણાટકના કોલાર સિટીમાં કરોડો રૂપિયાની સોનાની છેતરપિંડી આચરનાર આરોપીઓની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્‍ચે આરોપી દેવેશ દધિચી અને રૂપેશ શર્માની ધરપકડ કરી છે. હાલ સુરત ક્રાઈમબ્રાન્‍ચે બંન્ને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્‍ચના જણાવ્‍યા અનુસાર, દેવેશ દધિચી અને રૂપેશ શર્મા કર્ણાટકના કોલાર સિટીમાં જ્‍વેલરીની દુકાન ધરાવતા હતા. તેઓ ગ્રાહકો પાસેથી સોનું ગીરવે લઈને નાણાં ધીરવાનું કામ કરતા હતા. બંને ધ્‍ઞ્‍જ્‍ ખીણમાંથી નીકળતું સોનું લઇને તેની ઉપર પોતાનું કમિશન લઇને દેશના અન્‍ય શહેરોના ગોલ્‍ડના વેપારીઓને વેચતા હતા. આ બંને સંખ્‍યાબંધ લોકોનું સોનું લઇને છેલ્લા એક વર્ષથી કર્ણાટકથી ફરાર થઇ ગયા હતા.તેમની સામે કર્ણાટકના કેજીએફ પોલીસ સ્‍ટેશન અને અન્‍ય જગ્‍યાએ છેતરપિંડીના ગુનાઓ નોંધવામાં આવ્‍યા હતા. કર્ણાટક પોલીસ છેલ્લા ઘણા સમયથી તેઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન આ બંને સુરતમાં હોવાની કર્ણાટક પોલીસને બાતમી મળી હતી. જેથી કર્ણાટક પોલીસે આ ઠગોને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્‍ચની મદદ લીધી હતી.

(3:58 pm IST)