Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપપીપળાને વધુ એક અન્યાય : રાજપીપળા રેલવેં સ્ટેશન બંધ : હવે રિઝર્વેશન માટે કેવડિયા જવું પડશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા મથક રાજપીપલાને વધુ એક અન્યાય થયો છે જયારે રેલવે સ્ટેશન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી જેથી હવે રેલવે રિઝર્વેશન માટે રાજપીપલા વાસીઓએ કેવડિયા રેલવે સ્ટેશને જવું પડશે તેવી વાત જનતા સ્થાનિકો નારાજ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ તત્કાલીન રેલવે રાજ્ય મંત્રી નારણ રાઠવા એ તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતના અનેક નાના શહેરો માટે રેલવે રિઝર્વેશન સેન્ટરની સુવિધા આપી હતી જેમાં રાજપીપલા નો પણ સમાવેશ થતો હતો આ સુવિધાને કારણે વેપારીઓ,યાત્રાએ જતા ભાવિક ભક્તો જેમને અગાઉ રેલવે બુકીંગ માટે વડોદરા કે અંકલેશ્વર કે ભરૂચ જવું. પડતું હતું તેમને માટે આ સુવિધા ઘર આંગણે મળી હતી ત્યાર બાદ રાજપીપલા અંકલેશ્વર લાઈનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી પરંતુ કેવડિયામાં SOU ના વિકાસ બાદ કેવડિયા રેલવે સ્ટેશન થતા રાજપીપળાની ટ્રેન સુવિધા બંધ થઇ અને રાજપીપલા થી કેવડિયા રેલવે લાઈન લંબાવવાની માંગ ઉભી થઇ પરંતુ રેલવે એ સ્ટેશન જ બંધ કરી દીધું હવે બુકીંગ માટે કેવડિયા જવું પડશે રેલવે ના આ નિર્ણયથી રાજપીપલાની પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે.

(10:44 pm IST)