Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સાંજે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં ઠંડક

એકાએક વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો.

સાપુતારા : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે સાપુતારાના વિસ્તારોમાં મેઘ મહેર થતા આહલાદક વાતાવરણ ઊભું થયું છે. જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. ધોધમાર વરસી રહેલાં વરસાદને લઈને વાહનચાલકોનેને ભારે મુશ્કેલીઓ પડી હતી વાહન ચાલકોને ધોધમાર વરસાદમાં દિવસે પણ હેડલાઈટ ચાલુ કરી ફરવું પડયું હતું વરસતા વરસાદમાં સહેલગાહે આવેલા સહેલાણીઓએ વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો

(10:40 pm IST)