Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

શીશા ગામમાં મોબાઈલ ટાવર માટે કાપેલા ઝાડના વળતર બાબતે મારામારી થતા 05 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપડા તાલુકાના શીશા ગામમાં મોબાઈલ ટાવર માટે કાપેલા ઝાડનું વળતર આપવા બાબતે થયેલી બોલાચાલી બાદ માર મરનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શીશા ગમના ધરમસીગભાઇ ગારદીયાભાઇ નાઓની ફરીયાદ મુજબ તારીખ 6 ઓક્ટોમ્બરે સાંજે 7 વાગે તેમના ઘરે આવેલા મગનભાઇ રડવીયાભાઇ વસાવા એ કહેલ કે મોબાઇલ નો ટાવર બનાવવા માટે મહુડાનુ ઝાડ કાપ્યું હતું જે ઝાડ ના વળતરનુ તુ કેમ પુછવા આવ્યો હતો તેમ કહી ઢીકાપાટુનો માર મારતા ધરમસિંગના પત્ની રાધાબેન તથા મમતાબેન વચ્ચે પડી છોડાવવા જતા તેમને પણ ઢીકા-પાટુનો માર મારેલ તે પછી મગનભાઈનું ઉઓરણું લઈ અક્ષયભાઇ મગનભાઇ વસાવા ,રવિભાઇ અમરસીગભાઇ વસાવા, શંકરભાઇ પાંડયાભાઇ વસાવા અને પારસીગભાઇ ઢેળાભાઇ વસાવા નાઓ પણ ત્યાં આવી ગમેતેમ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી  ગુનો કરતા ડેડીયાપડા પોલીસે પાંચ સામે ગુનો દાખલ કર્યો છે

(10:37 pm IST)