Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપીપળા દરબાર રોડ અને દોલત બજારમાં યુવાધન સરકારી ગાઈડલાઈન સાથે ગરબે ઘુમ્યુ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : કોરોના મહામારીના કારણે લાંબા સમય બાદ નવરાત્રી ના ગરબા માટે સરકારે છુટ આપતા રાજપીપળા શહેરમાં યુવધાનમાં ભારે ખુશી જોવા મળી હતી ત્યારે પોલીસે રાજપીપળા માં 12 જેવી જગ્યાઓ પર ગરબા માટે પરમિશન આપતા છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં માતાજીના ગરબે રમતું યુવાધન હિલ્લોળે ચઢ્યું છે જોકે સરકારી ગાઈડલાઈન ના પાલન સાથે દરેક જગ્યા એ ગરબાનું આયોજન કરાયું છે જેમાં દોલત બજાર અને દરબાર રોડ લાઈબ્રેરી પાસે નિયમોનુસાર ચાલતા ગરબામાં યુવક યુવતીઓ ગરબે ઘુમતા નજરે પડ્યા હતા.

(10:36 pm IST)