Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેનું કામ ગોધરામાં અટકાવાયું : બોડીદ્રા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન :અધિકારીઓ દોડ્યા

સંપાદિત જમીનનું વળતર ચૂકવ્યા વિના જ કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો : ખેડૂતોએ કરેલી ઉગ્ર રજૂઆતને પગલે હાઇવેનું કામ બંધ કરાયું

પંચમહાલ ખાતે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો ભારતમાલા પ્રોજેકટનું દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું હતું. ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે આ પ્રદર્શન જોવા મળ્યું. જ્યાં બોડીદ્રા ગામના ખેડૂતોએ હાઇવેનું કામ અટકાવ્યું હતું. સંપાદિત જમીનનું વળતર ચૂકવ્યા વિના જ કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ સાથે જમીનની જંત્રી બાબતે પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ થતા અને કામ અટકી પડતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખેડૂતોએ કરેલી ઉગ્ર રજૂઆતને પગલે હાઇવેનું કામ બંધ કરાયું હતું.

જાહેર છે કે ભારતમાલા પ્રોજેકટ ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. જેનું દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેનું કામ ગોધરા ખાતે ચાલી રહ્યું હતું. ત્યાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો. ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે આ પ્રદર્શન જોવા મળ્યું. જેનું કારણ સામે આવ્યું છે કે સંપાદિત જમીનનું વળતર ચૂકવ્યા વિના જ કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે. આ સહીત ખેડૂતોનો અન્ય મુદ્દો છે જેમીનની જંત્રીને લઈને. વિરોધના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

(10:17 pm IST)