Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજ્યમાં કોરોના થાક્યો : નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 17 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ એકપણ મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.086 :કુલ 8.15.872 લોકોએ કોરોનાને હરાવ્યો: રાજયમાં આજે વિકર્મજનક 8.58.029 લોકોનું રસીકરણ કરાયું

ગ્રેટ-- અમદાવાદ અને સુરતમાં 6-6 કેસ, વલસાડમાં 4 કેસ, વડોદરામાં 2 કેસ નોંધાયા:હાલમાં 183 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  17 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 17 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.872 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 8.58.029 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.50.26.318 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 178 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.872  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 18  કેસમાં અમદાવાદ અને સુરતમાં 6-6 કેસ, વલસાડમાં 4 કેસ, વડોદરામાં 2 કેસ નોંધાયા છે

(7:57 pm IST)