Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

બનાસકાંઠા LCB પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા

દારૂની બોટલ 188 નંગ જેની કિંમત 94,000 તથા બે મોબાઇલ સ્વિફ્ટ ગાડી સાથે એમ કુલ 4 લાખ 14 હજારનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠામાં એલ.સી.બી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 188 બોટલ સાથે કુલ રૂપિયા 4 લાખ 14 હજારના મુદામાલ સાથે બે શખ્શોને  ઝડપી પાડ્યા હતા. તેમજ ઈસમ વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને પાલનપુર તરફ એક સ્વીફટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કાણોદર તરફ આવવાની છે તેવી બાતમી હકીકત મળતા પોલીસે એસબીપુરા પાટીયા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન હકિકત વાળી સ્વીફ્ટ કારનો પીછાં કરતાં હોટલ સાવન પાસે સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 188 નંગ જેની કિંમત 94,000 તથા બે મોબાઇલ સ્વિફ્ટ ગાડી સાથે એમ કુલ 4 લાખ 14 હજારનો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) ડુંગરચંદ સોની (2) ઈલામદિન સિંધી, વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:52 pm IST)