Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ગુજરાત યુનિવર્સિટી લોકલ સ્પોર્ટ્સ કમિટી દ્વારા ક્રોસકંન્ટ્રી સ્પર્ધા યોજાઇ : વિરમગામ ડીસીએમ કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત યુનિવર્સિટી લોકલ સ્પોર્ટ્સ કમિટી દ્વારા ક્રોસકંન્ટ્રી ( 10કિ.મી) સ્પર્ધાનુ આયોજન LD Arts College મા રાખવામા આવી હતી. જેમા 65 કોલેજના 200 કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

જેમા વિરમગામ કોલેજના કટેચીયા સુનિલ (BA 3) અનુક્રમે 4 નંબર પર  રહી ઓલ ઇન્ડીયા ઈન્ટર યુનિવર્સિટી ક્વોલિફાય કરી જાય છે. જ્યારે 25 નંબર પર વંથલા આનંદ( B.Com 5) અને 27 નંબર પર કટેચીયા અલ્પેશ ( B.A 1) તેમજ 47 નંબર ઉપર પ્રજાપતિ ભૌમિક ( B.A 3) રહી ટોટલ સ્કોર 103 બનાવી કોલેજને 2nd રનરઅપ બનાવવામા મહત્વની ભુમિકા ભજવી હતી અને વિરમગામ કોલેજ તેમજ વિરમગામ પંથકનુ નામ રોશન કર્યુ છે. આ ખેલાડીઓને ટ્રેનિગ કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. અમિત ચૌધરી દ્વારા આપવામા આવી હતી.

(5:28 pm IST)