Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

લાવારસ મળેલ બાળક શિવાંશ કેસમાં વિસ્ફોટ સર્જાયો : શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સચિન સાથે રહેવા જીદ પકડતા સચિન દીક્ષિતે વડોદરાના દર્શનમ ઓવરસીઝ ફ્લેટમાં ગળું દબાવી હત્યા કરી

અમદાવાદ : તાજેતરમાં ગાંધીનગર ખાતેથી લાવારસ મળેલ બાળક શિવાંશ કેસમાં મોટો વિસ્ફોટ સર્જાયો છે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ૧૧ જેટલી પોલીસ ટીમોની રચના કરી ચારેકોર તપાસ કરાવી હતી અને દેશભરની પોલીસને જાણ કરી હતી.

દરમિયાન બહાર આવતી વિગતો મુજબ દોઢ-બે મહિનાના બાળક શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ લિવ-ઇન રિલેશન શીપમાં રહેતા તેના પરિણીત સાથીદાર સચિન દીક્ષિત સાથે જ રહેવાની માગણી કરી હતી અને આ અંગે જીદ પકડતા સચિન દીક્ષિતે વડોદરાના દર્શનમ ઓવરસીઝ ફ્લેટમાં હિના ઉર્ફે મહેંદીનું બેરહેમીથી
ગળું દબાવી હત્યા કરી હતી એટલું જ નહીં પરંતુ લાશને સૂટકેસમાં પેક કરી રસોડામાં મૂકી દીધી હતી અને શિવાંશને લઇ સચિન ગાંધીનગર આવી ગયો'તો કેમ મંતવ્ય ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ જણાવે છે.

ગાંધીનગરમાં સચિને શિવાંશને ગૌશાળાના દરવાજે મૂકી ચાલ્યો ગયેલ. બંને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. સોમથી શુક્ર સચિન વડોદરા રહેતો અને શુક્ર થી સોમ સુધી ગાંધીનગર પત્ની અને મા-બાપ સાથે રહેતો હતો.

હિના ઉર્ફે મહેંદી અને સચિન અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં સાથે નોકરી કરતા હતા. જયાં બન્ને વચ્ચે પ્રેમ થયો હતો.  ૨૦૧૯થી બન્ને સાથે રહેતા હતા. જો કે, ૨૦૨૦માં હિનાએ એક બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખ્યું હતું. ત્યારબાદ સચિન જુન મહિનામાં બરોડા બદલી થતા ત્યાં રહેવા માટે ગયો હતો.

નવા વિસ્ફોટથી રાજ્યભરમાં હાહાકાર સાથે મોટો ખળભળાટ મચી ગયો છે.

પ્રાથમિક માહિતી મુજબ સચિન દીક્ષિત અને હિના ઉર્ફે મહેંદી બંને બરોડામાં રહેતા હતા. સચિન તેના માતા-પિતા સાથે રહેવા પોતાના વતન જવાનો હોવાથી તેણે આ વાત હિના સાથે કરી હતી. જેથી હિનાએ તેને જવા માટે ના પાડતા આ બન્ને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડો ઉગ્ર બનતા સચિને હિનાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી તેવી વિગતો બહાર આવી છે

(5:23 pm IST)