Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

માંડલ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

હીરાજી પુજાજી ઠાકોરની ભારતીય જનતા પાર્ટી માંડલ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઈની સુચના અને માર્ગદર્શન મુજબ મંડલ સંકલન સમિતિ સાથે ચર્ચા કરીને માંડલ મંડલના પ્રમુખ દશરથભાઇ પટેલ દ્વારા માંડલ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. માંડલ તાલુકાના માનપુરા ગામના હીરાજી પુજાજી ઠાકોર ને ભારતીય જનતા પાર્ટી માંડલ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી થતા કાર્યકર્તાઓનો શુભેચ્છા પાઠવી હતી. હીરાજી પુજાજી ઠાકોરએ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મુકી પ્રમુખ તરીકે ની જવાબદારી આપવા બદલ જીલ્લા સંગઠન પ્રમુખ હર્ષદગિરી બાપુ, મહામંત્રી મયુરભાઇ ડાભી, નવદિપભાઇ , સુરેશભાઇ તાલુકા પ્રમુખ દશરથભાઇ મહામંત્રી કૌશીકભાઇ, પ્રવિણસિંહ, ભરતસંગ એન ઠાકોર સહીતના સૌ હોદ્દેદારોને આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : જગદીશ રાવળ - ટ્રેન્ટ)

(2:32 pm IST)