Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ગાંધીનગરના દોઢ વર્ષના બાળક શિવાંશની અસલી માતા વડોદરાની મહેંદી: પ્રેમ પ્રકરણ: બન્નેની ધરપકડ પત્નીએ કહ્યું કે હું કંઈ જાણતી નથી:

ગાંધીનગરમાં દોઢ વર્ષના બાળકને મુકી ફરાર માતા અને પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાળકનું નામ શિવાંશ છે અને તેની અસલી માતા વડોદારા રહેતી હોવાનું સામે આવ્યું છે. સચિનની પ્રેમિકા અને શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ, સચિનની પત્ની આરાધના પહેલે જ પોલીસને કહી ચૂકી છે કે તે શિવાંશની માતા નથી અને બાળક વિશે તે કંઈ જાણતી નથી. મહેંદી અને સચિન બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું.

(2:30 pm IST)