Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

અમદાવાદના આર.એસ.એસ. ભવનમાંથી એક પ્રચારકનો મોબાઇલ ચોરાયો

અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઇ

અમદાવાદ: શહેરના આરઆરએસ ભવન પણ સુરક્ષિત ન હોવાનું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આરઆરએસ ભવનમાંથી એક વરિષ્ઠ પ્રચારક કાર્યકર્તાનો મોબાઈલ ચોરી થતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

કાંકરિયાના જોલી પાર્ક સોસાયટીમાં રહેતા બિપિન કુમાર કણઝરીયા આરઆરએસ ભવન કાર્યાલયમાં હાજર હતા. આ દરમીયાન તેમના વરિષ્ઠ પ્રચારક કાર્યકર્તા વિજય કુમાર ત્યાં આવ્યા હતા. તેઓ આખો દિવસ કાર્યાલયમાં રોકાયા હતા. રાત્રીના સમયે જમીને કાર્યાલયના રૂમમાં સુઈ ગયા હતા અને સવારે ઉઠીને જોયું તો તેમનો મોબાઈલ રૂમમાં ન હતો.

જેથી કાર્યાલયમાં તપાસ કરતા ક્યાંય પણ તેમનો મોબાઈલ મળી આવ્યો ન હતો. આમ રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ કાર્યાલયમાં પ્રવેશ કરી રૂ.15 હજારની મત્તા નો મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે બિપિનકુમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી.

(1:03 pm IST)