Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

અમદાવાદના ચાંદખેડામાં અસામાજિક તત્વોએ લારીવાળાને જાહેરમાં છરી મારી મોતને ઘાટ ઉતાર્યો

પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ સામે નારાજગી

અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં સામાન્ય શાકભાજીની લારી ચલાવતા ગરીબ વ્યક્તિની જાહેરમાં હત્યા થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે વ્યક્તિની પહેલા ગુનેગારોએ લારી ઉંધી વાળી દીધી હતી. હાલ આ પ્રકરણમાં પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ જુગારના બુટલેગરે નિર્દોષ લારી ચાલકોને તલવાર જેવા હથિયારોથી ઇજા કરી લૂંટી લીધા હતા. આમ પોલીસની ઢીલી નીતિના કારણે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે.

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા હોય અને પોલીસનો કોઈ ડર ન હોય તેવો બનાવ મોટેરા રોડ પર આવેલા લોટસ હોસ્પિટલની સામે બન્યો છે. ભરત પટણી પોતાના પરિવાર સાથે શાકભાજીની લારી ચલાવતો હતો. પોતાના દીકરા અને દીકરી સાથે રોજ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ વિસ્તારમાં આસામાજિક તત્વો દાદાગીરી છતા વેપારીએ ફરિયાદ કરી ન હતી.

(12:59 pm IST)