Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

રીમાન્ડ દરમિયાન પોલીસ વિવિધ મુદ્દે તપાસ કરશે

વડોદરા : ગોત્રી દુષ્કર્મ કેસનાઆરોપી અશોક જૈનને સાથે રાખી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે. અશોક જૈનને દિવાળીપુરા માં આવેલ નિસર્ગ ફલેટ અને વાસણામાં હેલીગ્રીનમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. જેમાં અશોક જૈનને ફ્લેટ પર આવતો હોવાની વાત કબૂલી હતી. પરંતુ બળાત્કાર કરવાની વાતને નકારી હતી. પોલીસે તેની બેથી અઢી કલાક સુધી પૂછપરછ કરી હતી.

આ દરમ્યાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોપી વડોદરામાં ટેસ્ટ નહીં થતા અમદાવાદ લઇ જવા આવ્યો હતો. તેમજ દુષ્કર્મ કેસમાં પોટેન્સી ટેસ્ટ મહત્વનો માનવામાં આવે છે.

વડોદરાનાચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને  આજે અમદાવાદ લાવવામાં આવ્યો હતો .જ્યાં તેનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આરોપી અશોક જૈનનો વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

જોકે 3 કલાકની મહેનત બાદ પણ ગોત્રી હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ શક્ય ન બનતા હવે તેને શનિવારે અમદાવાદ લવાયો હતો અને પોટેન્સી ટેસ્ટ કરાયો હતો.

આ અગાઉ ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.જ્યાં પોલીસે તપાસના વિવિધ મુદ્દાઓ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ત્યારે આ રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી અશોક જૈનના મોબાઇલની તપાસ કરશે સાથે જ સ્પાય કેમેરો ક્યાં છૂપાવવામાં આવ્યો છે તેની પણ તપાસ કરશે.

જોકે કોર્ટમાં બચાવપક્ષના વકીલે ધારદાર રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસની માગ કરી સાથે જ બચાવપક્ષે રજૂ કરેલા મુદ્દાઓને પણ ધ્યાન પર લેવામાં આવે તેવી કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.

વડોદરા ગોત્રી રેપકાંડના મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈનની પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. જેમાં અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા.

(12:48 pm IST)