Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપીપળાના શિવરામ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરબા એ રિલીઝ થતા જ નવરાત્રીમાં ધૂમ મચાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના વતની અને મુંબઇમાં સંગીતકાર,ગાયક તરીકે નામના મેળવી ઘણા એવોર્ડ પ્રાપ્ત કરનાર શિવરામ પરમારે હમણાં ચાલી રહેલા નવરાત્રીના પર્વ માટે ગરબો તૈયાર કરતા જ આ ગરબો ગરબા ગ્રાઉન્ડ માં ધૂમ મચાવી રહ્યો છે.
2021 નવરાત્રીનુ નવલું નજરાણું ના રૂપે અનિલ રાદડીયા અને સામર્થી બારોટ લઈને આવ્યા છે એક સુંદર ગરબો જે રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં મ્યુઝિક રાજપીપળાના શિવરામ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે .તેમજ આ ગરબામાં સ્વર પણ શિવરામ પરમાર તથા પામેલા જૈને આપ્યો છે.
એકદમ નવું સ્વરાંકન તથા હાલમાં ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ આ ગરબાને તૈયાર કરવામાં આવ્યો છે.પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકાર ને આવરી લેવામાં આવ્યા છે.
ગરબા અને રાસમાં ધૂમ મચાવે દે અને તમને ગરબે ઝૂમવા માટે મજબૂર કરી દે એવી બીટ્સ નાખવામાં આવી છે.
ભરૂચના ઉભરતા ગીતકાર માનસી દિવાન દ્વારા આ ગરબાને શબ્દો આપવામાં આવ્યા છે.ત્યારે હાલમાં આ ગરબો યુ ટ્યુબ પર ગરબા હિસ્ટના નામે ધૂમ મચાવી રહ્યો છે

(10:39 am IST)