Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

બીતાડા ગામમાંથી ઈંગ્લીશ દારૂના મુદામાલ સાથે માહીએ પકડાતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા બીતાડા ગામમાં રાજપીપળા પોલીસે રેડ કરતા એક મહિલાને અંગ્રેજી દારૂ સાથે ઝડપી પાડી હતી
મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ માણસો તા.8 ઓક્ટોમ્બરે સાંજે પ્રોહીબીસન બાબતે ના ચેકીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે બીતાડા ગામમાં રહેતા રેમતિબેન મનસુખભાઇ વસાવાના ઘરમાં રેડ કરતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના કવાટરિયા નંગ-૩ કિંમત રૂપિયા ૩૦૦ તેમજ બિયરના ટીન નંગ ૪ કિંમત રૂપિયા ૪૦૦ મળી કુલ રૂપિયા ૭૦૦ ના મુદામાલ સાથે પકડાઈ જતા પોલીસે આ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:38 am IST)