Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર સીમકાર્ડનું વેચાણ કરનાર શખ્સ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં માર્ગ ઉપર અલગ અલગ કંપનીના સીમકાર્ડ વેચવાનો વેપલો ચાલતો જોવા મળે છે જેમાં રાજપીપળા પોલીસે સફેદ ટાવર પાસે મુખ્ય માર્ગ પર સીમકાર્ડ વેંચતા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
જેમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તા. 8 ઓક્ટોમ્બરે બપોરે પોલીસ પેટ્રોલીંગ માં નીકળી હતી તે દરમ્યાન રાજપીપલા સ્ટેશન રોડ સફેદ ટાવર પાસે રોડની બાજુમાં VI ગીગાનેટની છત્રી ઉભી કરી છત્રી નીચે સીમકાર્ડનું વેચાણ કરી જરૂરી રજીસ્ટર નહી નીભાવનાર
રાજેન્દ્રભાઇ પ્રકાશભાઇ શાહ રહે.દશામાના મંદિર પાસે, રાજપીપલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:37 am IST)