Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપીપળા શાલીમાર ગેસ્ટ હાઉસમાં સી.સી.ટી.વી કેમેરા ચાલુ ન રાખતા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટ નજીક સૂર્ય દરવાજા પાસે આવેલા ગેસ્ટ હાઉસ માં કેમેરા ચાલુ ન રાખનાર સંચાલક વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ ચેકિંગ માં નીકળી હતી ત્યારે તા.8 ઓક્ટોમ્બરે બપોરે 2 વાગે  શાલીમાર ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરતા ત્યાં જરૂરી સી.સી.ટી.વી કેમેરા ચાલુ નહી રાખનાર સંચાલક મોહંમદ રફીકભાઇ મહેબુબખાન પઠાણ (રહે.ખત્રીવાડ રાજપીપલા ) વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:36 am IST)