Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

આમલેથા ગામની સીમમાં આંકડા લખનાર એક શખ્સને રૂપિયા 855 સાથે પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામની સીમમાં આંકડા જુગાર નો ધંધો કરતા શખ્સને આમલેથા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ પ્રેમસીંગભાઈ રામસિંગભાઈ વસાવા (રહે. આમલેથા, વેરાઈ ફળીયુ ) તા.8 ઓક્ટોમ્બરે બપોરે 3 વાગે આમલેથા ગામની સીમમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટીંગ આંક ફરકના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો તથા રોકડા મળી કુલ કિં રૂ.૮૫૫ની ચલણી નોટો સાથે પકડી લીધો હતો.

(10:35 am IST)