Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ડેડીયાપાડામાં કોમન કેટ નામનો સાપ નિકળતા જીવદયા પ્રેમીએ પકડી જંગલમાં છોડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી કેટલાક જાતિના સાપ સહિતના જીવ જંતુઓ નિકળતા લોકો ભયના માર્યા ફફડે છે ત્યારે આજે  ડેડીયાપાડામાં રહેતાં શનિ અગ્રવાલના ઘરમાં કોમન કેટ નામનો સાપ દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો જોકે નર્મદા જિલ્લામાં જીવદયા પ્રેમીઓ દ્વારા સાપ,પાટલાઘો, અજગર સહિતનાને પકડવા સારી સેવા કરતા હોવાથી કેટલાય લોકોના જીવ બચ્યા છે ત્યારે આજના આ કિસ્સામાં પણ જીવદયા પ્રેમી ભાવિનભાઈને સ્થળ ઉપર બોલાવતા તેમણે આ ઝેરી સાપને પકડી જંગલમાં છોડી મુકતા સૌને રાહત થઈ હતી.

(10:35 am IST)