Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

રાજપીપળા KVMમાં NGO ના સહયોગથી પાલીકા ટીમ દ્વારા માસિક ધર્મના સેનેટરી પેડનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડોદરાની હોઉસ ઓફ હ્યુમિનિટી સંસ્થાના સહયોગથી રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ, હેમંતભાઈ માછી કારોબારી સમિતિના ચેરમેન સપનાબેન વસાવા, લાઈબ્રેરી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ કુમાર રામી તથા રાજપીપળા નગર પાલિકાના કોર્પોરેટર દ્વારા કન્યા વિનય મંદિર વિદ્યાલયમાં માસિક ધર્મ બાબતે જાગૃતિ લાવવા માટેની ખાસ જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે લગભગ 100 જેટલી વિદ્યાર્થીનીઓને 350 જેવા સેનેટરી પેડ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(10:33 am IST)