Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

SOU પાસેની હોટેલના કર્મચારીઓ હડતાલ પર જતા પ્રવાસીઓના ધસારાના કારણે સંચાલકોએ સમાધાન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા SOU નજીક આવેલી બીઆરજી હોટેલના હાઉસ કિપિંગ કર્મચારીઓ તેમની કેટલીક માંગણીઓને લઇ હડતાલ પર ઉતરતા પ્રવાસીઓના ધસારાના લીધે મેનેજમેન્ટે કર્મચારીઓ સાથે તુરત સમાધાન કરવાની ફરજ પડી હતી
મળતી માહિતી મુજબ SOUના પ્રવાસીઓને લો બજેટ એકોમોડેશન મળી રહે તે માટે સરકારે જુના સ્ટાફ ક્વાર્ટરની જગ્યા એ હોટેલ બનાવવા બીઆરજી ગ્રુપને મંજૂરી આપી હતી આ બીઆરજી હોટેલના લગભગ 25થી વધુ કર્મચારીઓ આજે તેમની અમુક માંગણીઓ જેવીકે પગાર વધારો , નવી સ્ટાફ ભરતી , સ્થાનિકોને પ્રથમ પસંદગી જેવા કારણોસર હડતાલ પર ઉતરી ગયા હતા પણ હાલ રજાઓને કારણે પ્રવાસીઓ ની ભીડ જોઈને બીઆરજીના મેનેજમેન્ટ એક મહિનામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા આ હડતાલ સમેટાઈ ગઈ હતી બીઆર જી હોટેલમાં સ્થાનિક યુવાનોને બદલે બહારથી ભરતી કરાતી હોવાની પણ કર્મચારીઓની ફરિયાદ છે જોકે મેનેજમેન્ટનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે ટ્રેઇનિંગ માટે એક એજન્સીના ઉમેદવારો આવતા સ્થાનિક કર્મચારીઓમાં બહારથી ભરતી કર્યા ની ગેરસમજ હતી જે સમજાવટને અંતે દૂર થઇ છે.

(10:31 am IST)