Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સાગબારા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે વનવિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

સાગબારા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊજવણી :તમામને વન્ય પ્રાણી વિશે માહિતી આપી વન્ય પ્રાણીઓ સાથે મિત્રતાની રીતે વર્તવા જણાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાની આદર્શ નિવાસી શાળા ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરીને હાલ વન્ય પ્રાણીઓ પક્ષીઓ લુપ્તતાને આરે છે જેનું જતન કરવા,જંગલ બચશે તો પ્રાણીઓ સચવાશે તેમ જણાવ્યું હતું, રેંજ ફોરેસ્ટ ઓફિસર સુ.શ્રી સપનાબેન ચૌધરી દ્વારા બાળાઓને પોતે એક મહિલા તરીકે કઈ રીતે કલાસ 2 ઓફિસર બન્યા તેમની તમામ સફરની વાતો કરી વિદ્યાર્થીનિઓને મોટિવેશન સ્પીચ આપી પ્રભાવિત કર્યા હતા આ ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.સ્પર્ધામાં પ્રથમ અને બીજું ઇનામ મેળવનાર ને રેંજ ફોરેસ્ટ ઓફિસરના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યુ  હતું
 આ કાર્યક્રમમાં  રેંજ ફોરેસ્ટ ઓફીસર સુ.શ્રી સપનાબેન ચૌધરી, તાલુકા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ,  શાળાના આચાર્ય મનોજભાઈ ડી. સોંદરવા , શાળાના ગુરુજનો કર્મચારીઓ તેમજ શાળાની 170 જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો

(10:30 am IST)