Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

મોબાઈલ યુગમાં ટપાલ વિભાગ હજુ અડીખમ : વિશ્વ ટપાલ દિવસને સાર્થક કરતુ શહેરા પોસ્ટ ઓફિસ:રોજ ઘરે-ઘર પહોંચાડે છે 1500 ટપાલ

ગંગાજળ પણ 30 રૂપિયામા મળે છે :ગોલ્ડ બોન્ડ અને પેમેન્ટ બેંકની પણ સુવિધા ઉપલબ્ધ

અમદાવાદ :  આજે 9 ઓક્ટોમ્બરનો દિવસ વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે.આજના મોબાઈલ યુગમાં પણ ભારત સરકારનો ટપાલ વિભાગ અડીખમ રહીને ઘરઘર સુધી ટપાલ પહોચાડવાનુ કામ કરી રહ્યો છે. ટપાલ વિભાગના ગ્રામીણ ડાકસેવકો ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ પહોચાડવાનુ કામ કરે છે.શહેરા તાલુકા મથકે અણિયાદ ચોકડી વિસ્તારમાં એસ.ઓ. પોસ્ટ ઓફીસ આવેલી છે.

અહી સવારના સમયમાં અન્ય જગ્યાએથી આવેલી ટપાલોને અલગ અલગ કરીને જરૂરી સરનામે પહોચાડવામાં આવે છે. શહેરા તાલૂકાનાં 23 ટપાલ વિભાગની ગ્રામ્ય પોસ્ટઓફીસો આવેલી છે.જ્યાથી ટપાલો ગ્રામ્ય વિસ્તાર સુધી પહોચે છે.જેમા મનીઓર્ડર,સામાયિકો,સાપ્તાહિકો,રજીસ્ટર્ડ એડી.સ્પીડ પોસ્ટ,સાદી ટપાલ પહોચાડવાનુ કામ કરવામા આવે છે.

સાથે અહી ગંગાજળ પણ મળી આવે છે 30 રૂપિયામા આપવામા આવે છે.ગોલ્ડ બોન્ડની સુવિધા પણ મળી રહે છે.શહેરા પોસ્ટ ઓફીસ ખાતે પેમેન્ટ બેંકની પણ સુવિધા ઉપલબ્ધ છે.આજના આધુનિક કોમ્પયૂટર અને વોટસએપના જમાનામાં પણ ટપાલ વિભાગ અડીખમ કામ કરે છે.અને જનતાના સંદેશા એકબીજા સુધી પહોચાડવાનુ કામ કરે છે.

(10:21 pm IST)