Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કેવડીયા કોલોની રાજીવ વનમાં સ્લેબ પર બેઠેલો વ્યક્તિ પડી જતા મોત

સ્લેબ ઉપર બેઠેલા સુકુમાર અનુકુલ મંડલ (ઉ.વ.૪૯) અચાનક ધ્રુજારી સાથે ચક્કર આવતા પડી ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વરના કેવડીયા કોલોની ખાતે આવેલા રાજીવ વન એસ.આર.પી. કેમ્પસમાં બાંધકામ ચાલુ હતું ત્યાં બાંધકામમાં સ્લેબ ઉપર પાઇપ ફીટીંગનુ કામ ચાલુ હતું એ જગ્યાએ દેખરેખ કરી રાતના આશરે અઢી વાગે સ્લેબ ઉપર બેઠેલા સુકુમાર અનુકુલ મંડલ (ઉ.વ.૪૯) અચાનક ધ્રુજારી સાથે ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમાં ગરુડેશ્વર સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરતા ફરજ ઉપરના ડૉકટરે તેમને મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે અ.મોત દાખલ કરી છે.

(10:29 pm IST)