Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળા કલેક્ટર કચેરી પાસે ઉભેલી એક ટ્રકમાં છકડો પાછળથી ઘૂસી જતા 3 ને ઇજા

ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામથી સવારે શાકભાજી લઈ રાજપીપળા માર્કેટમાં આવતો છકડો ટ્રકમાં ઘૂસી જતા 3 ઇજાગ્રસ્તો સિવિલમાં સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામથી એક છકડો નં.GJ.22.T.6287 શાકભાજી લઈ રાજપીપળા શાક માર્કેટમાં વેચવા આવતો હોય જે આજે સાવરે 6 વાગે રાજપીપળા કલેક્ટર કચેરી પાસે ઊભેલી ટ્રક નં.GJ.9.Z.6737 માં આ છકડો પાછળ ઘૂસી જતા અંદર બેઠેલા છકડાના ચાલક પ્રેમાભાઈ વિક્રમભાઈ તડવી અને પાછળ બેઠેલા જગદીશ ભાઈ મથુરભાઈ તડવી તેમજ એક વૃદ્ધ મહિલા પાર્વતીબેન રમણભાઈ તડવીને ઇજાઓ થતા ત્રણેયને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જેમાં છકડાના ચાલાક પ્રેમાભાઈ તડવીને છકડો આગળના ભાગથી છૂંદાઇ જતા વધુ ઇજાઓ થઈ હતી.

(10:26 pm IST)