Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સુરત મનપાએ કુતરાના ખસીકરણ કરાવવા 3.47 કરોડ ખર્ચી નાખ્યા : RTI માં ખુલાસો

RTIના જવાબ મુજબ શ્વાનદિઠ 773 રૂપિયાનો ખર્ચ

સુરત : શહેરના જાગૃત નાગરિક તુષાર મેપાણી દ્વારા કરવામાં આવેલી RTI મુજબ 2014થી લઈને અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાએ શ્વાનની નસબંધી કરવા માટે રૂપિયા 3,47,74,464 ચૂકવ્યા છે. આ વર્ષ દરમિયાન 47,133 શ્વાનને પકડીને તેમની નસબંધી કરવામાં આવી છે. આ આંકડા RTIના જવાબમાં દર્શાવવામાં આવ્યા છે. આ RTIના જવાબ મુજબ શ્વાનદિઠ 773 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.

આ અંગે RTI એક્ટિવિસ્ટ તુષારે જણાવ્યું હતું કે, એક બાદ એક પાલિકાના કૌભાંડ સામે આવી રહ્યા છે. RTI કરી તમામ વિગતો માંગવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે શ્વાનના ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકાએ કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતી અધિકાર અધિનિયમ 2005 (RTI)એ ભારતીય સંસદનો કાયદો છે. તે ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે.

(10:25 pm IST)