Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગયા વર્ષ કરતા રેલવેમાં લોડિંગ અને ભાડાની આવકમાં વધારો

8 ઓક્ટોબર સુધીમાં ભારતીય રેલવેનું લોડિંગ 26.14 મિલિયન ટન

અમદાવાદઃ ગત વર્ષે ઓક્ટોબરની સરખામણીમાં આ મહિને 18 ટકા વધુ લોડિંગ કરવામાં આવ્યું છે. જ્યારે નૂરમાંથી આવક પણ ગયા વર્ષ કરતા આ વર્ષે વધીને રૂ. 250.71 કરોડ થઈ છે.

   8 ઓક્ટોબર 2020 સુધીમાં ભારતીય રેલવેનું લોડિંગ 26.14 મિલિયન ટન હતું. જે પાછલા વર્ષના લોડિંગ 22.1 મિલિયન ટનની સરખામણીમાં 18 ટકા વધુ છે. આ સમયગાળામાં ભાડા લોડિંગના માધ્યમથી ભારતીય રેલવેએ રૂ. 2477.07 કરોડ આવક મેળવી છે, જે રૂ. 250.71 કરોડ તે જ સમયગાળા માટે ગયા વર્ષની કમાણીની સરખામણીમાં રૂ. 2226.36 કરોડ વધુ છે. લોડિંગને વધારવા અને તમામ સ્તરે બધા હિસ્સેદારો વચ્ચે સંકલન વધુ સુધારવા સેક્ટરની વિશિષ્ટ મીટિંગો યોજવામાં આવી છે.

  છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રેલવે દ્વારા સિમેન્ટ, કોલસા પાવર, સ્ટિલ, આયર્ન ઓર, ઓટોમોબાઈલ્સના ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રેલવે નૂરને ખૂબ જ આકર્ષક બનાવવા ભારતીય રેલવેમાં સંખ્યાબંધ છૂટ પણ આપવામાં આવી રહી છે

8 ઓક્ટોબર 2020 સુધીમાં ભારતીય રેલવેનું ભારણ 26.14 મિલિયન ટન હતું, જેમાં 11.47 મિલિયન ટન કોલસો, 3.44 મિલિયન ટન આયર્ન ઓર, 1.28 મિલિયન ટન અનાજ, 1.5 મિલિયન ટન ખાતર અને 1.56 મિલિયન ટન સિમેન્ટનો સમાવેશ થાય છે. ભારતીય રેલવેએ કોવિડ-19નો ઉપયોગ તમામ કાર્યક્ષમતા અને પ્રદર્શનમાં સુધારો કરવાની તકમાં કર્યો છે.

(10:11 pm IST)