Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજપીપળામાં વીજ કંપનીના અંધેર વહીવટથી લોકો કંટાળ્યા : નવા મુકાયેલા કલેક્ટર કડક પગલાં લે તેવી માંગ

અગાઉ જાગૃત નાગરીકોની રજુઆત બાદ કલેકટરે વીજ કંપનીના અધિકારીઓનો ઉધડો લીધો હતો ત્યારબાદ થોડા દિવસ રાહત રહી બાદમાં જૈસેથે જેવી સ્થિતિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વર્ષો થી બીજ કંપનીના અંધેર વહીવટમાં કારણે આકરી ગરમી કે મામુલી વરસાદમાં પણ લોકો હેરાન થતા આવ્યા છે.શનિવારે કેટલાક વિસ્તારોમાં કલાકો મેન્ટેનન્સ માટે વીજળી બંધ રખાતા લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા બાદ બપોરે 2 વાગે વીજ પુરવઠો ચાલુ થશેની જાહેરાત કરવા છતાં સાંજે 5 વાગે લાઈટ આવતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.
  થોડાક સમય પહેલા કેટલાક જાગૃત નાગરિકોએ કામની વીજળી આવન જાવનની આ તકલીફથી કંટાળી નર્મદા કલેકટરને લેખિત રજુઆત કરતા કલેકટરે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓને બોલાવી કડક શબ્દોમાં સૂચના આપતા તે સમયે 3 દિવસમા બધું બરાબર કરવા વીજ કંપનીના અધિકારીઓએ બાંહેધરી આપી અને થોડોક સમય આ તકલીફમાં રાહત પણ મળી પરંતુ હાલ કલેક્ટરની બદલી થતા નવા કલેક્ટર આવત જ વીજળીની કલાકો આવન જાવન પુનઃ શરૂ થતાં નવા કલેક્ટર આ બાબતે યોગ્ય પગલાં લઈ શહેરીજનોને આ તકલીફ માંથી રાહત અપાવે તેવી ગામના વેપારીઓ અને નાગરીકો આશા રાખી રહ્યા છે.
  રાજપીપળાના વેપારી અને જાગૃત નાગરિક વિજયભાઈ રામી એ આ બાબતે રોષ વ્યકત કરતા જણાવ્યું કે અગાઉના કલેક્ટર મનોજ કોઠારી સાહેબને અમે રજુઆત કર્યા બાદ પણ વીજ કંપની માં મુખ્ય ઈજનેર એ.જી.પટેલ કલેક્ટરના આદેશ ને જાણે અવગણતાં હોય એમ વારંવાર કોઈ ને કોઈ કારણો ધરી સટડાઉન બતાવી વીજ પુરવઠો બંધ કર્યા જ કરે છે જેમાં લોકો હેરાન થતા હોય માટે નવા મુકાયેલા કલેક્ટર આ બાબતને ગંભીરતા થી લઈ વીજ કંપની ના અધિકારીઓ ને કડક સૂચના કે નોટિસ આપે તો લોકો ને રાહત મળશે.

(10:09 pm IST)