Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સુરત જિલ્લામાં કોરોનાના 253 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 31,919 થઈ

સુરત સિટીમાં નવા 171 કેસ અને ગ્રામ્યમાં 82 કેસ : વધુ 3 મોત : મૃત્યુઆંક 268 થયો : કુલ 28682 દર્દીઓ રિકવર થયા

સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ 253 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે જેમાં  સુરતમાં 171 જયારે ગ્રામીણ વિસ્તારમાં 82 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 31919 પર પહોંચી છે. આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મૃત્યુઆંક 960 પર પહોંચ્યો છે. જેમાંથી 268 મૃત્યુ જિલ્લાના છે અને 692 શહેરી વિસ્તારના છે.આજે 299 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 28682 છે. જેમાં શહેરી વિસ્તારમાં 21206 જયારે ગ્રામીણ વિસ્તારના 7476 દર્દી સ્વસ્થ થયા છે.

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 253 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 171 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં દર્દીની સંખ્યા 23256 પર પહોંચી છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 82 કેસ સાથે દર્દીની સંખ્યા 8662 પર પહોંચી છે.

   આજે સેન્ટ્રલ ઝોનમાં 13 , વરાછા એ ઝોનમાં 21, વરાછા બી 2 ઝોનમાં 24, રાંદેર ઝોનમાં 19, કતારગામ ઝોનમાં 26, લિંબાયત ઝોનમાં 18, ઉધના ઝોનમાં 20 અને અઠવા ઝોનમાં 30 કેસ નોંધાયા છે. કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડલાઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
   જિલ્લાના ચોર્યાસીમાં 08, ઓલપાડમાં 13, કામરેજમાં 16, પલસાણામાં 12, બારડોલીમાં 13 , મહુવામાં 1, માંડવીમાં 7, માંગરોળમાં 10 અને ઉમરપાડામાં 1 કેસ નોંધાયો છે.

(9:28 pm IST)