Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ડીસા પંથકમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બે લોકોના ઘટના સ્થળે મોત

લુણપુર-જુનાડીસા વચ્ચેગંભીર અકસ્માત : મૃતકોના પરિવારમાં ઘેરોશોક

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના લુણપુર-જુનાડીસા વચ્ચે આજે બપોરના સમયે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઇક સામ-સામે અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, બાઇક ચાલક અભુજી બાબુજી ઠાકોર તથા અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

(9:21 pm IST)