Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

વલસાડ રૂરલ પોલીસ અને પારડી પોલીસનું મધ દરિયે પેટ્રોલિંગ

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહના માર્ગદર્શન સાથે કોરોનાની જંગ સામે છતા પણ મધદરિયે લોકોની સુરક્ષાનું કવચ બનતા જવાનો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડને અડીને આવેલા વિશાળ દરિયા કિનારા પર કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને એ માટે તેમજ આવો કોઇ બનાવ બને તો પોલીસ તૈયાર છે કે નહીં એ માટે સાગર સુરક્ષા કવચ અંતર્ગત 2 દિવસનું મોકડ્રીલ દક્ષિણ ગુજરાત પોલીસે રાખ્યું હતુ. જે અંતર્ગત વલસાડ રૂરલ પોલીસ અને પારડી પોલીસે મધ દરિયામાં પેટ્રોલિંગની કવાયત હાથ ધરી હતી.
  વલસાડ રૂરલ પીએસઆઇ જી. વી. ગોહિલ અને પારડી પીએસઆઇ બી.એન. ગોહિલે આજરોજ મધ દરિયામાં વાહણ લઇને પેટ્રોલિંગ કર્યું હતુ. મુંબઇ જેવી આતંકવાદી ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા સમયાંતરે દરિયામાં પેટ્રોલિંગની પ્રેક્ટિસ કરાતી હોય છે. જેમાં તેમના દ્વારા કાંઠા વિસ્તારના લોકોને પણ દરિયામાંથી આવતા અજાણ્યા લોકો પર નજર રાખવાની ખાસ સૂચના અપાતી હોય છે.

(8:08 pm IST)