Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનામાં વરઘોડો કાઢનાર ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને ગાયિકા કિંજલ દવે સામે ફરિયાદ

અમદાવાદના સામાજિક કાર્યકર દ્વારા બંને વિરુદ્ધ ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી

કોરોના ની મહામારી માં ડીસાના ડેડોલ ગામે એક કાર્યક્રમ માં ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને સિંગર કિંજલ દવેએ ઘોડે બેસી સરઘસ કાઢવાની ઘટના એ ભારે વિવાદ ઉભો કર્યા બાદ આ ઘટના અંગે એક સામાજિક કાર્યકરે બન્ને સામે ફરિયાદ કરી પગલાં ભરવાની માંગ ક રી છે  

   ગત તા. 3 જી ઓક્ટોબરે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરીને ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે એ ગીત ગુજરાતી લેરી લાલા સોંગ પર કિંજલ દવે સાથે સરઘસ કાઢ્યું હતું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે લડવા કરેલી અપીલને પણ ધારાસભ્ય ભૂલી ગયા હતા અને સરઘસ કાઢતા સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા.સરઘસમાં ધારાસભ્ય અને ગાયિકા બંનેએ ઘોડેસવારી કરી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અમદાવાદના સામાજિક કાર્યકર ચંદ્રવદન ધૃવે ગાંધીનગર સ્થિત ગુજરાત માનવ અધિકાર પંચને ઈમેઈલથી અરજી કરી છે અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, સિંગર કિંજલ દવે અને આયોજકો સામે કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. તેમણે તમામ વિરૂધ્ધ મામવ અધિકારી સંરક્ષણ અધિનિયમ 1993ની લાગૂ પડતી જોગવાઈ અનુસાર શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા માગ કરતા આ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

(7:16 pm IST)