Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભાજપના સાંસદ મનસુખ વસાવા અને રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ વચ્‍ચે ખાતમૂર્હુત કાર્યક્રમમાં શાબ્‍દિક ટપાટપી

રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની વિવિધ 23 નગરપાલિકામાં 105 કરોડના વિકાસના કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું. એ વિકાસના કામમાં રાજપીપળા નગરપાલિકાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં રહીશોનાં વિરોધ વચ્ચે પેવર બ્લોક કામગીરીના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સોસાયટીનાં રહીશોએ આ કાર્યક્રમમાં ગેરહાજર થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને હાલનાં સદસ્ય મહેશ વસાવા અચાનક જ એ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતાં અને ચીફ ઓફિસરનો ઊધડો લીધો હતો કે તમે અમને કાર્યક્રમમાં કેમ નથી બોલાવતા. આ દરમિયાન કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે પણ તું તું મેં મેં થઈ હતી.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતની વિવિધ 23 નગરપાલિકામાં 105 કરોડના વિકાસના કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું. એ વિકાસના કામમાં રાજપીપળા નગરપાલિકાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રોડ રસ્તા પર પેવર બ્લોકના કામની સરકારે મંજૂરી આપી છે. તો એ વિસ્તારનાં લોકોએ પેવર બ્લોકની કામગીરીનો વિરોધ નોંધાવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે. જો પેવર બ્લોક નંખાશે રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.

રાજેન્દ્રનગર સોસાયટીમાં રહીશોનાં વિરોધ વચ્ચે પેવર બ્લોક કામગીરીના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભાજપ સાંસદ મનસુખ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, રાજપીપળા પાલિકા CO જયેશ પટેલ, પાલિકા સભ્ય ભરતભાઈ વસાવા સહિતનાં લોકો વચ્ચે કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું.

સોસાયટીનાં રહીશોએ આ કાર્યક્રમમાં ગેરહાજર થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને હાલનાં સદસ્ય મહેશ વસાવા અચાનક જ એ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતાં અને ચીફ ઓફિસરનો ઊધડો લીધો હતો કે તમે અમને કાર્યક્રમમાં કેમ નથી બોલાવતા. આ દરમિયાન કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે પણ તું તું મેં મેં થઈ હતી.

સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું હતું કે, આ કામ મેં મંજૂર કરાવ્યું છે આ ત્યારે કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે બોર્ડમાં લીધા વગર તમે આ કામ કેમ મંજૂર કરાવ્યું.સાંસદ મનસુખભાઈ વસાવા અને કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.દરમિયાન મામલો બીચકયો હતો એક સમય તો એવો પણ આવી ગયો હતો કે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને પાલિકા સભ્ય મહેશભાઈ વસાવા એક બીજાને મારવા પર ઉતરી આવ્યા હતા.જો કે અંતે હાજર આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

(5:00 pm IST)