Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદમાં કળિયુગી પુત્રએ નિંદ્રાધીન પિતાને લાકડાના ફટકા મારી પરલોક પહોંચાડી દીધાઃ પારિવારીક જમીનના વિવાદમાં ઘટી ઘટના

અમદાવાદ: અમદાવાદના આંબલી ખાતે આવેલા ઓડાના મકાનમાં પુત્રે પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ સરખેજ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલા સુરેશ રબારી નામના શખ્સની પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આ હત્યા અન્ય કોઈની નહિ, પરંતુ તેના જ પિતાની હત્યાનો આરોપ સુરેશ રબારી પર લાગ્યો છે. જે અંગેની ફરિયાદ સુરેશની બહેને આપી હતી.

ઘટના અંગે હકીકત એવી સામે આવી છે કે, મૃતક મગનભાઈ રબારી સિક્યુરિટી ગાર્ડ તરીકે નાઇટમાં નોકરી કરે છે. એક દિવસ પહેલા તેઓ નોકરી પરથી ફરજ બજાવીને ઘરે આવ્યા હતા. અને બપોરના સુમારે ઘરમાં સૂતા હતા ત્યારે પુત્ર સુરેશ રબારીએ તેમના માથાના ભાગાં લાકડાના ફટકા મારી મોત નિપજાવ્યું હતું. જોકે આમ કરવાનું કારણ સુરેશ રબારીને તેના પિતા પાસેથી પારિવારિક જમીન અને સોનાના દાગીના વેચાવી રૂપિયા લેવાનુ હતું. પરંતુ પિતાએ દાગીના અને જમીન ન વેચવાનું કહેતા રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા પુત્ર સુરેશ રબારીએ પિતાનું જ કાસળ કાઢી નાખ્યું હતું.

(4:57 pm IST)